“શું થયું?” શ્લોકએ સિયા સામે જોઇને કહ્યું. “ધાબા પર બેસીએ?” સિયાએ પૂછ્યું. “હું પણ એ જ વિચારતો હતો.” હસીને શ્લોકએ કહ્યું. બંને ધાબા પર જઈને બેઠા, અને તારાઓને જોઈ રહ્યા હતા. “શું થયું?” શ્લોકએ ક્યારની ચુપ બેઠેલી સિયાને પૂછ્યું. “તને ક્યારેય ડર લાગ્યો છે?” સિયાએ કહ્યું. “કેવો ડર?” શ્લોકએ પૂછ્યું. “પોતાના કોઈ નજીકના માણસને ખોઈ બેસવાનો ડર. અથવા પોતાના જ અસ્તિત્વને ખોઈ બેવાનો ડર? અથવા...” સિયા હજુ પણ તારાઓ તરફ જ જોઈ રહી હતી. “અથવા ગમતા વ્યક્તિને ખોઈ બેસવાનો ડર..” શ્લોકએ સિયા સામે જોઇને કહ્યું. “હા.” સિયાએ માથું હલાવ્યું. “ડરવાથી પરિસ્થિતિ બદલાઈ તો નહિ જાય ને? જે થવાનું છે એતો