“સિયા નહિ..” શ્લોકએ કમરથી નીચે ટુવાલ વીટ્યો હતો. તે હજુ હમણાં જ બાથરૂમમાંથી નાહીને બહાર નીકળ્યો હતો. તેના વાળ પણ હજુ ભીના હતા. સિયાને રૂમમાં જોઇને તે એકદમ ગભરાઈ ગયો. “સોરી... મને નહોતી ખબર...હું પછી આવું.” કહીને સિયા ગભરાઈને ઉંધી ફરી ગઈ. “એક મિનીટ.” કહીને શ્લોક રૂમ જોડે અટેચ બાથરૂમમાં કપડા લઈને ગયો. જીન્સ પહેરીને તે ફટાફટ બહાર નીકળ્યો. તેના ગળા પર હજુ પણ ટુવાલ વિટાળ્યો હતો. તેને રૂમમાં નજર ફેરવી પણ ઉતાવળમાં શર્ટ મળ્યો નહી. “પત્યું?” સિયાએ કહ્યું. “હા.” વાળ લૂછતાં શ્લોકએ કહ્યું. “હું.. નાનીએ આ..” સિયા પાછળ ફરી શ્લોકને જોઈ રહી હતી. તેણે નીચે જીન્સ પેર્યું હતું. તેનું