મીરાંનું મન ખુબ જ વ્યાકુળ હતું. રડી રડીને એની આખો સોજી ગઈ હતી. એના ચહેરાનું નૂર જતું રહ્યું હતું. મીરાં ઘરના એક ખૂણામાં બેઠી હતી અને મનમાં અનેક વિચારોએ તેને ઘેરી લીધી હતી. મીરાંને પોતાની સચ્ચાઈ સાબિત કરવાનો કોઈ જ રસ્તો મળતો નહોતો. એને પ્રથમ દ્વારા મળેલ પ્રહારને ઝીલવો જ પડે એવી સ્થિતિ તેની સામે હતી.પ્રથમ પોતાના મનમાં રહેલ કપટ રચીને ખુબ જ ખુશ હતો. એનું મન એકદમ શાંત થયું હતું. ઈર્ષાએ પ્રથમના મગજને એટલું બગાડ્યું હતું કે પ્રથમ સાચું કે ખોટુનું ભાન જ ભૂલી ગયો હતો. અને મીરાં માટે તકલીફનું કારણ બન્યો હતો.અમન તો હજુ આ દરેક વાતથી અને