વાર્તા- આનંદમેળો લેખક- જયેશ એલ.સોની.ઊંઝા આનંદમેળાનો ઝગમગાટ જોઇને નાથુભાઇના બોખા ચહેરા ઉપર ખુશીની લહેર દોડી ગઇ. ' શાંતિભાઇ, ઘણા વર્ષથી આનંદમેળો જોયો નહોતો.પણ આ વખતે જેવા સમાચાર મળ્યા કે આનંદમેળો થવાનો છે એટલે નક્કી જ કર્યુ હતું કે જોવા જવું છે' ' મને કહેવડાવ્યું એ સારૂં કર્યુ.મારે પણ આનંદમેળો જોવાની બહુ ઈચ્છા હતી.હવે આપણને કોણ આનંદમેળો બતાવે? આનંદમેળાની પ્રવેશ ફી પાંચ રૂપિયા હતી.બે વડીલોએ એકબીજા સામે જોઇને સંકેત થી કંઇક વાત કરી લીધી અને ટિકીટ લીધા વગર આનંદમેળામાં