પ્રેમનું વર્તુળ - ૨૨

(29)
  • 3.9k
  • 2
  • 1.6k

પ્રકરણ – ૨૨ દીકરીનો બાપ રેવાંશ, વૈદેહી અને એની પુત્રી ત્રણેય જણા એક શાંત જગ્યાએ આવ્યા. વૈદેહી વિચારી રહી કે, રેવાંશ હવે શું વાત કરશે? અને આ બાજુ રેવાંશ પણ મનમાં વાતની શરૂઆત કેવી રીતે કરવી એના માટેના શબ્દો ગોઠવી રહ્યો હતો. રેવાંશ એ એક શાંત જગ્યા કે, જ્યાં માણસોની બહુ અવરજવર નહોતી એવી જગ્યા એ કાર ઉભી રાખી. ગાડી ઉભી રાખીને રેવાંશે કહ્યું, “હવે? આગળ શું?” "આગળ શું એ તો તમારે કહેવાનું છે.” વૈદેહી એ કહ્યું. રેવાંશ બોલ્યો, “હવે મારી પરિસ્થતિ તો એવી છે કે, હું તો બંને બાજુ તૈયાર છું. સમાધાન થાય તો પણ મને વાંધો નથી અને