વૈશ્યાલય - 16

(42)
  • 7.6k
  • 4
  • 3.7k

મનમાં અનેક પ્રશ્નો ઉઠવા લાગ્યા, થોડીક ધ્રુજારી પણ શરીરમાં આવી ગઈ હતી. મનમાં જ બોલવા લાગી કે,"કઈક ચોરી નો બનાવ તો નહીં હોય ને..? જો એવું હોય તો આરોપ મારા પર આવે. મારા જેવા નાના માણસ પર જ આંગળી ચીંધવામાં આવે." મેં થોડુંક અચકાયને પોલીસવાળા ભાઈ ને પૂછ્યું, " હે, સાહેબ શુ થયું છે...?" પેલો મારી સામે જોતો રહ્યો. પછી કહ્યું ," તારે શુ કામ છે...? અંદર તપાસ ચાલુ છે ને.... મોટા સાહેબ બહાર આવશે એટલે ખબર પડી જશે...?" એનો અવાજ કડક હતો સખ્તાઈપણું હરેક શબ્દમાં હતું." મેં આગળ વાત કરવાનો પ્રયાસ કર્યો, "સાહેબ ચોરી નું તો કઈ નથી ને...?"