વુલ્ફ ડાયરીઝ - 5

(34)
  • 4.1k
  • 2
  • 2.2k

“તેને ભાન આવે તો તરત જ મને જણાવજો.” શ્લોક અને રોમીને કહીને ક્રિસ પોતાના રૂમ તરફ ચાલ્યો ગયો. તે છોકરીને પલંગ પર સુવડાવી હતી. બાજુના ટેબલ પર શ્લોક તેની પાસે બેઠો હતો. અને સહેજ દુર આવેલા સોફા પર રોમી સુતો હતો. શ્લોકનું ધ્યાન એ છોકરી પર જ હતું. તેણે લીલા રંગનો પંજાબી ડ્રેસ પહેર્યો હતો. તેના કાળા વાળ કમર સુધીના હશે. તેનો ચહેરો બહુ જ સુંદર હતો. તેની આંખો મોટી હતી. અને નાક એકદમ લાંબુ અને પાતળું. તેનું શરીર પણ સપ્રમાણ હતું. તેનો વાન બિલકુલ ઉજળો હતો. અચાનક જ તેણે પોતાનો હાથ હલાવ્યો. “રોમી... જલ્દી આવ.” શ્લોકએ સુતા રોમીને ઉઠાડ્યો.