વુલ્ફ ડાયરીઝ - 3

(35)
  • 4.5k
  • 4
  • 2.6k

ઇવ ખરીદી પત્યા પછી પોતાના ઘરે તૈયાર થવા માટે જતી રહી. શ્લોક અને રોમી પણ સેમ સાથે ઘરે પાછા ફર્યા. “તમે લોકો તૈયાર થઇ જાઓ. હું કિમને કોલ કરી લઉં. એ આવી ગઈ છે કે નહિ.” ઘરમાં દાખલ થતા સેમએ કહ્યું. હા કહી શ્લોક અને રોમી બંને પોતાના રૂમ તરફ ચાલ્યા. થોડી વાર પછી શ્લોક અને રોમી બંને તૈયાર થઈને હોલમાં સોફા પર બેઠા હતા. શ્લોકએ સફેદ શર્ટ અને જીન્સ પહેર્યું હતું. જયારે રોમીએ કાળી ટી શર્ટ અને બ્લુ જીન્સ પહેર્યું હતું. તે બંને કોઈ હીરોથી ઓછા નહોતા દેખાઈ રહ્યા. “તો બધા તૈયાર છો ને?” ઘરમાં દાખલ થતા કિમએ કહ્યું.