હું એ લોકોનો આભાર વ્યક્ત કરું છું જેમણે મને ના કહ્યું, જેમણે મારી સહાયતા ના કરી અને એવા લોકોને લીધે મેં મારા બધા કામ જાતે કર્યા. આ કહેવું હતું એક સાયન્ટિસ્ટનું... અને આ વાત છે એ જ જીનિયસ સાયન્ટીસ્ટની.... આલ્બર્ટ આઈન્સ્ટાઈન. આલ્બર્ટ આઈન્સ્ટાઈન પોતાના ટાઈમનાં ખૂબ જ પ્રતિભાશાળી એટલે કે જીનિયસ વ્યક્તિ હતા. એક એવો માણસ કે જેણે મેથ્સ અને સાયન્સમાં એવું યોગદાન આપ્યું કે જે આજસુધી થોડાં મુઠ્ઠીભર સાયન્ટીસ્ટ જ આપી શક્યા છે. બુદ્ધિજીવી લોકો માને છે કે આપણે દુનિયાને બે ભાગોમાં વહેંચી શકીએ છીએ. એક ભાગ છે... આઈન્સ્ટાઈનનાં પહેલાની દુનિયા અને બીજો ભાગ છે... આઈન્સ્ટાઈનનાં પછીની દુનિયા, અને આવું