દેવપ્રિયા (ભાગ-૮)

(21)
  • 3k
  • 3
  • 1.3k

" દેવપ્રિયા " ( ભાગ-૮) દેવપ્રિયા ભાગ -૭ માં જોયું કે ભાર્ગવ મહેલમાં હોય છે. ત્યાં દેવપ્રિયા પોતાની ઓળખ આપે છે કે એજ શ્યામા છે.શ્રાપના લીધે શ્યામા બની. એ વાત ભાર્ગવ ને કહે છે. હવે આગળ.... દેવપ્રિયાની આજીજી સાંભળી ને એ તપસ્વીને થયું કે આ ક્રોધ ખરાબ છે. એ તો દેવકન્યા છે. એ પોતાના રૂપથી મોહિત કરનારી છે. પણ..પણ.. હું એક તપસ્વી પોતાના ક્રોધ પર કાબૂ મેળવી શક્યો નહીં.ને આવો ખરાબ શ્રાપ આપી દીધો. આ સુંદરી મારા શ્રાપના કારણે બેડોળ અને અપંગ બની.એ દોષ પણ મને લાગશે. મારા તપનું બળ પણ ઓછું થતું જાય છે. તપસ્વી ને દયા આવી .