સંબંધ (Part -7)

(18)
  • 2.8k
  • 3
  • 1.4k

"અરે હા, વર્ષા કહેતી હતી કે...."વનિતા આગળ બોલતાં બોલતાં અટકી ગઈ. એને કવિતાનાં ચહેરાંનાં હાવભાવ જોવાં હતાં. પણ કવિતા વનિતા ને ઓળખતી હતી એટલે એણે પોતાનાં ચહેરાનાં હાવભાવ સામાન્ય જ રાખ્યાં."તારાં માટે ઘણી જ વાતો કહે છે મને.""હા, અમારી વચ્ચે સારાં સંબંધ છે ને એટલે મારી વાતો નીકળતી હશે એનાં મોઢાંમાંથી. આ તો પાર્લરનાં કામમાં હું વ્યસ્ત રહેવાં લાગી એટલે હમણાં જરા ઓછી વાતચીત થાય છે." કવિતા એની વાત ટાળવા પ્રયાસ કરી રહી હતી."બરાબર છે." જરાક ફાંકડું હસીને વનિતા બોલી."શું લેશે? ચા કે ઠંડું ? જે ફાવે તે."" ન