પડછાયો - ૨૩

(54)
  • 4.7k
  • 2
  • 1.6k

અમન અચાનક અમેરિકાથી પરત આવીને કાવ્યાને સરપ્રાઈઝ આપે છે અને થોડી ડરાવી પણ દે છે. કાવ્યા તો અમનને જોઈને એટલી ખુશ થઈ જાય છે કે તેના મમ્મી અને સાસુની હાજરીમાં જ અમનને ગળે વળગી જાય છે. આથી કવિતાબેન અને રસીલાબેન બંનેને મોકળાશ આપી ઘરમાં અંદર જતાં રહે છે અને કાવ્યા અને અમન થોડી વાર વાતો કર્યા બાદ અંદર જાય છે. હવે આગળ.."દીકરા, તું તો મોડી રાત્રે આવવાનો હતો ને?" રસીલાબેન અમનને અંદર આવતો જોઈ બોલ્યા."હા મમ્મી, મોડી રાત્રે જ આવવાનો હતો પણ મુંબઈ પહોંચતા જ ખબર પડી કે એકાદ કલાકમાં જ રાજકોટની ફ્લાઈટ ઉપડશે તો ચડી ગયો એમાં.. નહીંતર ટેક્સી