વિરગાથા વિશ્વજીત ની લવ સ્ટોરી - 29

(13)
  • 2.9k
  • 2
  • 1.1k

સવાર પડ્યું એટલે રાધિકા એક હાથમાં બાણ લીધું અને બીજા હાથમાં તલવાર લઈને ગુરુ ના આશીર્વાદ લેવા તેમની પાસે પહોંચી. હાથ જોડીને રાધિકા એ ગુરુ કેશવ અને ગુરુમાં ને પ્રણામ કર્યા. આજ્ઞા માંગી. હે ગુરુજી...હે ગુરુમાં આપ આજ્ઞા આપો..હાથ જોડેલ રાધિકા ને જોઈને ગુરુમાં ના આંખમાં આશુ આવી ગયા. પાસે જઈને ગુરુમાં રાધિકા ને ભેટી પડ્યા. આશુ લૂછતી રાધિકા એટલું બોલી. ગુરુમાં આપ મારી માં સમાન છો. જેટલી મારી માતાએ એ મને પ્રેમ આપ્યો છે એટલો જ તમે મને આપ્યો છે. મને ખબર છે. મારી આ પરિક્ષા થી આપની ચિંતા માં વધારો થયો છે. પણ આપ જ કહી રહ્યા હતા. કે