વિરગાથા વિશ્વજીત ની લવ સ્ટોરી - 28

(19)
  • 2.7k
  • 3
  • 1.2k

બીજા દિવસની સવાર થઈ એટલે મહારાણી કર્ણાવતી એ તેમની દીકરી ને કપડાં પહેરાવી તૈયાર કરી અને માથા પર હાથ મૂકીને આશીર્વાદ આપ્યા. જ્ઞાની અને કીર્તિમાન થાવો. દીકરી રાધિકા ના ચહેરા પર જ્ઞાન મેળવવાની ખુશી હતી તો અંદર થી માતા થી છૂટા પડવાનું દુઃખ પણ હતું. માતા કર્ણાવતી પણ બહાર થી ખુશ હતી પણ અંદર થી દીકરી થી છૂટા પડવાનું દુઃખ હતું.સૈનિકો સાથે મહારાણી કર્ણાવતી તેમની દીકરી રાધિકા ને સાથે લઈ ગુરુ કેશવ પાસે પહોંચ્યા. જંગલની મધ્યમાં ગુરુ કેશવ નો આશ્રમ હતો. રથ માંથી નીચે ઉતરી રાધિકા આશ્રમ નિહાળવા લાગી. આજુ બાજુ લીલીછમ હરિયાળી હતી. આશ્રમની બાજુમાં એક સુંદર રમણીય ખળખળ વહેતી નદી