તેમની સેના લઈ કર્ણાવત દેશ તરફ આક્રમણ કરવા નીકળી ગયો. કર્ણાવત દેશ ઘણો નાનો હતો એટલે ભયદુત નાનો દેશ સમજી તેમની સાથે ખાલી બે હજાર સૈન્ય લઈ નીકળી પડ્યો. તેને એ પણ ખબર હતી નહિ કે કર્ણાવત પહોંચવામાં કેટલી મુશ્કેલી પડશે. સભામાં સૈનિકે વાત કરી હતી પણ તે વાત પર ભયદુતે ધ્યાન આપ્યું નહિ. હવે ભયદુત તો ઘોડે સવાર થઈ આગળ વધી રહ્યો હતો તો પાછળ તેમનું સૈન્ય ચાલી રહ્યું હતું. ઘણું માઈલો ચાલ્યા પણ કર્ણાવત દેશ તો ક્યાંય દેખાઈ રહ્યો ન હતો. પણ ત્યાં એક મોટો રણ વિસ્તાર આવ્યો અને સમાચાર મળ્યા કે રણ ની પાછળ કર્ણાવત દેશ આવેલો છે.કોઈ