કૃષ્ણવીર સાથે વીરભદ્ર અને ભુવન જંગલમાં ચાલી રહ્યા હતા ત્યારે વીરભદ્ર કહુ મહારાજ આપણે પહેલા આપણા સૈનિકો પાસે જઈએ અને તેને સાથે રાખીને ચાલીએ તો મંજિલ આસાની થી મળી જશે. ત્યારે કૃષ્ણવીર કહ્યું ના વીરભદ્ર તે જ્યાં છે ત્યાં હમણાં રહેવા દે અને એક સંદેશો મોકલી આપીશું કે તમે ત્યાં જ રહો જ્યાં સુધી મહારાજ બોલાવે નહિ. એટલે તે પણ સુરક્ષિત રહશે અને આપણ ને આગળ શું કરવું તે ખ્યાલ આવતો રહેશે. વાર્તાલાપ કરતા કરતા જંગલ બહાર નીકળી ગયા.જંગલની બહાર નીકળતા એક નગર દેખાયું. દૂર થી પણ ઘણું મોટું નગર દેખાઈ રહ્યું હતું. કૃષ્ણવીર ક્યાં દેશમાં પહોંચી ગયા હતા તે