“બાની”- એક શૂટર - 43

(39)
  • 4k
  • 7
  • 1.7k

બાની- એક શૂટર ભાગ : ૪૩"એહ ડોહા શંભુ...!! તને યાદ તો છે ને કંઈ જગ્યા પર પિસ્તોલ સંતાડી હતી??" બાનીએ ધીમેથી ખીજથી શંભુકાકાને પૂછ્યું.બાની કેદાર અને શંભુકાકા ત્રણેય ખંડરની પાછળ નીચે આવેલી એક વિરાન ભોંયતળિયે આવી પહોંચ્યા. ત્રણેયે પોતાનો ચહેરો આવ્યા ત્યારે કામળાથી ઢાંકયો હતો. તેમ જ ત્રણેયે પોતાની વેશભૂષા પણ બદલી કરી હતી. બાનીએ પુરૂષનો વેશધારણ કર્યો હતો. અવાવરું જગ્યા પર પહોંચતા જ અંધારામાં એ પણ રાતના બે વાગ્યે નીરવ શાંતિમાં જીવજંતુઓનો ઝીણો પણ ડરાવનો અવાજ આવી રહ્યો હતો. બંજર જમીન તેમ જ વરસાદી મૌસમને કારણે સાપનો ખતરો અહીં બની જ રહેતો. શંભુકાકાની નજર આમમતેમ ફરી રહી હતી, એ પિસ્તોલ છુપાવેલી જગ્યાને શોધી રહી હતી."છોટી મેડમ...!!