Dear પાનખર - પ્રકરણ -૧૫

  • 3k
  • 980

અઠવાડિયામાં એક દિવસ શિવાલી મહિલા સંસ્થા ગૃહની મહિલાઓ સાથે વાતચીત કરવા અચૂક જતી. એમની રોજિંદી સમસ્યાઓ વિશે જાણીને એનો ઉકેલ આપવામાં સહાયતા કરતી હતી . આમ તો ગૃહઉદ્યોગમાં આવતી નાની - મોટી અડચણો અને પરિવારને લગતી સમસ્યાઓ વિશે ખાસ પ્રશ્નો રહેતા. સંસ્થાની બહેનોએ શિવાલીને આવતાં જોઈ એને આવકાર આપી અભિવાદન કર્યું. શિવાલી મહિલાઓની સાથે જ નીચે પાથરેલી શેતરંજી ઉપર તેમની સાથે બેસી ગઈ. શિવાલીનો‌ હંમેશા સ્ટેજની જગ્યાએ મહિલાઓ સાથે ગોળાકારમાં નીચે બેસવાનો આગ્રહ રહેતો જેથી આત્મીયતા વધે અને કોઈને પ્રશ્ન પૂછવા માટે ખચકાટ ઓછો થાય. એક પછી એક દરેક બહેન પોતાના તરફ થી પ્રશ્નો પૂછી રહી હતી.