કાલે પાર્ટીમાં બહુ મોડું થઈ ગયેલું એટલે આજે ઉઠવામાં મોડું થઈ ગયું. સવારમાં જલ્દી જલ્દી દર્શનને જગાડીને મેં મોઢું ધોયા વગર જ ચા મૂકી. બીજી બાજી નાસ્તો બનાવવાનું શરૂ કર્યું. હજુ એમના ટિફિનની પણ તૈયારી કરવાની હતી. જો કે આ બધું મારા માટે નવું ના હતું. છેલ્લા 40 વરસથી આજ તો કરતી આવી છું. પણ અત્યારે જ્યારે આ કામ કરૂં છું ત્યારે અંદરથી એક અજીબ પ્રકારનો ખાલીપો વર્તાય છે. શું કામ આવું થાય છે? એની પાછળ પણ ઘણા કારણો છે. મેં લગભગ 20 વરસ એક પણ પળની નવરાશ વગર કાઢ્યા છે અને હવે એટલી ફ્રી થઈ ગઈ છું કે સમય