આ ડિબેટમા બન્ને ના વિચારો જાણી જજીસને ડિબેટનુ રિઝલટજાહેર કરવા વિનંતી કરવામાં આવે છે.જજીસ તેમનો મત દર્શાવી રિઝલટ પિ્નસિપાલને આપે છે.પિ્નસિપાલ રિઝલટ જોઇ વિસ્મય પામે છે.બધાની નજર તેમની તરફ હોય છે અને કોણ વિજેતા થાય છે તે જાણવા આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય છે.પિ્નસિપાલ બધા સામું જોઇ કહે છે કે વહાલા પે્ક્ષકો તમને જાણીને ઐશ્વર્ય થશે કે જજીસના મત બન્નેને એક સરખા મળે છે તેથી ટાઈ પડે છે,હવે આ ડિબેટના નિયમ મુજબ જ્યારે પણ ટાઈ થાય ત્યારે પિ્નસિપાલ પોતાનો મત આપી વિજેતા જાહેર કરે છે.તેથી મારે મારો અભિપ્રાય આપવાનો વારો આવ્યો છે.