સુંદરી - પ્રકરણ ૪૪

(100)
  • 5.2k
  • 6
  • 3.1k

ચુમાંલીસ “સરસ છોકરી છે નહીં?” સુંદરીની કેબ ગયા બાદ ઈશાની જ્યારે ઘરમાં પાછી આવી ત્યારે રાગીણીબેને હર્ષદભાઈને ઉદ્દેશીને કહ્યું. “હા, એકદમ વિવેકી અને આટલી નાની ઉંમરે પણ કેટલી જવાબદાર છે? વાતચીત પણ વ્યવસ્થિત કરી.” હર્ષદભાઈએ પણ રાગીણીબેનની વાતમાં સહમતી દર્શાવી. “બહાર જ્યારે એમને હું કેબ સુધી મુકવા ગઈ, ત્યારે એમણે મને કહ્યું યુ આર સો સ્વીટ!” રાગીણીબેન અને હર્ષદભાઈ દ્વારા સુંદરીના થતાં વખાણ સાંભળીને ઈશાની પણ ઉત્સાહમાં આવીને બોલી પડી. “હવે બહુ હવામાં ન ઉડતી!” વરુણે ઈશાનીના ઉત્સાહમાં પંક્ચર પાડતા કહ્યું, એ આટલી પીડામાં પણ હસી રહ્યો હતો. “ઉડવામાં તને તકલીફ પડશે, એક પગ તૂટી ગયો છે તારો.” ઈશાનીએ વરુણની