સુંદરી - પ્રકરણ ૪૩

(103)
  • 4.4k
  • 4
  • 3.2k

તેતાળીસ “આપ કોણ? અરે! વરુણ? શું થયું?” સુંદરીએ ડોરબેલ વગાડ્યા બાદ દરવાજો ખોલતાની સાથે હર્ષદભાઈની નજર પહેલા સુંદરી પર નજર પડી અને પછી સુંદરીના સહારે ઉભા રહેલા વરુણને જોતાંની સાથેજ એમના મોઢામાંથી નીકળી પડ્યું. “શું થયું?” હર્ષદભાઈના આ પ્રકારનો ચિંતાજનક અવાજ સાંભળીને અંદરથી રાગીણીબેન દોડતાં આવ્યા. રાગીણીબેનની પાછળ પાછળ ઇશાની પણ દોડી અને ચિંતાતુર ચહેરા સાથે એમની બાજુમાં આવીને ઉભી રહી ગઈ. “આ જુઓ વરુણને કશુંક થઇ ગયું છે.” હર્ષદભાઈએ જવાબમાં કહ્યું. “આપણે અંદર જઈએ તો? એમને ખૂબ દુઃખે છે.” સુંદરીએ હર્ષદભાઈ અને રાગીણીબેનને પરિસ્થિતિનું ભાન કરાવ્યું. “ઓહ... હા...હા...હા... આવો અંદર આવો.” હર્ષદભાઈએ તરતજ આખું બારણું ખોલ્યું અને સુંદરી અને