જાણે -અજાણે (77) - છેલ્લો ભાગ

(102)
  • 5k
  • 3
  • 1.5k

રેવા ઘેર પહોંચી બધાને, પોતાનાં પિતાને બધું જણાવવાં માંગતી હતી કે કૌશલ સાથેની બધી વાત સુધરી ગઈ છે. પણ તે ચાહતી હતી કે જ્યારે તે બધાને જણાવે, પોતાનાં જીવનની નવી શરૂઆત માટે પરવાનગી માંગે તો કૌશલ તેની સાથે હોય. પણ હમણાં કૌશલ તેની સાથે નહતો. એટલે રેવાએ પણ કશુ જણાવવું વ્યાજબી ના સમજ્યું અને તેણે કોઈ વાત વધારે ના વધારી. પણ તેની સૌથી મોટી ચિંતા શબ્દ માટે હતી. રેવા એકલી નહતી જેનો સંબંધ કૌશલ સાથે બંધાય રહેવાનો હતો, શબ્દ પણ તેની સાથે હતો. અને જ્યાં સુધી તે કૌશલને ના અપનાવે ત્યાં સુધી રેવા કૌશલ