સંબંધ (Part-4)

(25)
  • 3.1k
  • 3
  • 1.5k

કવિતા ડૉક્ટરની કેબિનમાં ગઈ. ડૉક્ટરે એને બેસવા માટે કીધું. કવિતા બેઠી એટલે ડૉક્ટરે વાત શરૂ કરી. એક-બે દિવસમાં આકાશને ડિસચાર્જ કરવા અંગે જણાવ્યું. આકાશને કઈ મેડિસિન્સ કેટલાં દિવસ માટે આપવાની છે એનાં વિશે માહિતી આપી. ફિઝિયો થેરપી ટ્રીટમેન્ટ ચાલુ કરવાં માટે કહ્યું. આકાશની કેવી રીતે સંભાળ રાખવાની છે તે સમજાવ્યું.કવિતા લગભગ દોઢ કલાક પછી ડૉક્ટરની કેબિનમાંથી બહાર આવી. જે મેડિસિન્સ નહોતી એ લઈ આવી. રૂમમાં આવી લંચ કર્યું. પછી થોડીવાર આરામ કર્યો. સાંજે ફરી એને થયું કે 'વર્ષા જોડે વાત કરી લઉં.' જેવો એણે મોબાઈલ હાથમાં લીધો જ હતો ને વૉર્ડ બૉય આવ્યો,"પેશન્ટને દસ મિનિટમાં અહીંયા શિફ્ટ કરવામાં આવી રહ્યાં