પ્રકરણ - ૧૧ અગિયાર ગતાંકમાં વાંચ્યું..... રતન અને રાજીવ ખીમજી પટેલને મળવા જાય છે. ખીમજી પટેલ એમને આઝમગઢની કહાણી સંભળાવે છે. રાત્રે જોરાવરસિંહ સાથે વાત કરતાં રાજીવ અને રતનને ખબર પડે છે કે અનંતરાય અને જોરવરસિંહ બાળપણના મિત્રો છે. જોરવરસિંહ બંનેને બાળપણની વાત કરે છે..... હવે આગળ...... જમનામાસી, આજે નાસ્તામાં ગરમાગરમ ઉપમા થઈ જાય, રોશની મોબાઈલમાં મેસેજ વાંચતી દાદરો ઉતરી રહી હતી. આજકાલની પ્રજા તોબા તોબા. જ્યારે જુઓ ત્યારે દસે આંગળીઓ મોબાઇલ પર ચોંટેલી હોય. છોકરીઓ રોટલી તો દુનિયાના નકશા જેવી બનાવશે પણ સ્ટેટસ પર ગોળ દડા જેવા ફુલકાનો ફોટો મુકશે ને પાછું લખશે મેડ બાય મી અને છોકરાઓ ઘરમાં ઘરઘાટીની