ભૂતને જોવાની ઈચ્છા કેટલી ભયાનક હોઈ શકે ?? - ભાગ 4

(25)
  • 4.6k
  • 2
  • 1.6k

આગમાંથી નીકળેલી ભયાનક આકૃતિ જોઈને ત્યાં ઉપસ્થિત બધાં જ લોકો થથરી ઉઠ્યાં. ભૂત-પ્રેતની વાર્તા સાંભળવી અલગ છે અને તેને હકીકતમાં જોવું તદ્દન અલગ છે. આવા વિરાન સ્થળે અચાનક અગ્નિની જ્વાળામાંથી ભયાનક આકૃતિનું બહાર આવતાં જોવું અને આટલું જોયા બાદ પણ કોઈને હાર્ટ એટેક ન આવવો એ બહુ મોટી વાત હતી. કદાચ તે સમયના લોકોના કાળજા ચોક્કસ એટલાં મજબૂત હશે કે જેને લીધે તેઓ આ ઘટનાને પૂર્ણપણે હોશમાં નજરોનજર જોઈ શક્યાં.ભયાનક આકૃતિને જોતાં ત્રણે મિત્રોની એવી હાલત થઈ ગઈ હતી કે જાણે કોઈએ તેમનું ગળું દબાવી દીધું હોય અને શ્વાસ લેવામાં અસહાય બન્યાં હોય . તેમની હાલત જોઈને ભુવો બોલ્યો. 'ગભરાવો