વાઇલ્ડ ફ્લાવર્સ પ્રકરણ-10 સુરેખની શાયરીઓ સાંભળી એમાં અંતિમ કડી સાંભળીને સુરેખાની આંખમાં આંસુ આવી ગયાં એ ઉભી થઇને રડતી રડતી બહાર આવી ગઇ પાછળ સ્વાતી પણ આવી. પછી સુરેખ અને સુરેખાને વાતો કરતા જોઇને એ પાછી રૂમમાં આવી ગઇ. મસ્કીએ પેગ પીતા કહ્યું "સાચુ કહુ યાર.. મને આજ નથી ગમતું.. પ્રેમ કરો તો કરો... ના કરો તો ના કરો આ શું બધી ખેંચા ખેચ ? એટલેજ મને પ્રેમ કરતાં ડરજ લાગે છે મને તો આવું બધુ કરતાં આવડે નહીં જે કહેવુ હોય એ મોઢે આવાં બધાં .... બા... નથી ફાવતું આપણુ કામ નહીં. અહી તો તડ ફડજ ફાવે યાર મજા કરોને