ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-31

(127)
  • 6.6k
  • 6
  • 3.8k

ધ કોર્પોરેટ એવીલ પ્રકરણ-31 નીલાંગી ઉચાટવાળાં ચહેરે ઓફીસની બહાર નીકળી નીલાંગને જલ્દી આવવા ફોન કર્યો. નવી બાઇક સાથે નીલાંગ સ્ટેશન પર આવ્યો નીલાંગીએ પર્સ ખોલીને કેશ બતાવી. નીલાંગ આશ્ચર્ય પામ્યો એનાંથી ના રહેવાનુ એણે પૂછ્યું "કોનાં છે ? ક્યાંથી લાવી ? નીલાંગીએ કહ્યું અરે મારાં છે પણ આટલાં બધાં પહેલીવાર જોયાં હું ચિંતામાં છું અને ડર હતો કે આટલાં પૈસા સલામત ઘરે લઇ જઇશ કઇ રીતે ? એટલે તરતજ તને ફોન કરીને બોલાવ્યો. નીલાંગે કહ્યું "એ બધી વાત પછી પણ તારાં એટલે ? ક્યાંથી લાવી ? નીલાંગીએ કહ્યું "પહેલાં બેસી જવા દે તારી નવી બાઇક પર પછી બધુજ કહું છું "નીલાંગ