ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-30

(130)
  • 6k
  • 9
  • 3.7k

ધ કોર્પોરેટ એવીલ પ્રકરણ-30 શ્રોફની સૂચનાં પ્રમાણે નીલાંગી અને ભાવે બે સીક્યુરીટી સાથે 50 લાખ કેશ લઇને મર્સીડીઝમાં નીકળ્યાં બપોરનાં બે વાગ્યાં હતાં. થોડો ટ્રાફીક ઓછો હતો. ડ્રાઇવર કારનાં કાચમાંથી વારે વારે નીલાંગીને જોઇ રહેલો. નીલાંગી ગઇ તો હતી પણ જીવ પડીકે હતો એને ડર લાગી રહેલો એણે બાજુમાં બેઠેલા ભાવેને કહ્યું સર આપણે ક્યાં જઇ રહ્યાં છીએ ? કોને પૈસા આપવાનાં છે ? ભાવેએ ઇશારાથી ચૂપ રહેવાં કહ્યું પછી નીલાંગીની એકદમ નજીક આવી કાનમાં કહ્યું "પૈસાની વાતો ના કર હમણાં પહોચી જઇશુ પૈસા આપીને ઓફીસે પાછા... નીલાંગી ઊંચા જીવે કારમાં બેસી રહી. એસી કારમાં પણ એનો પસીનો આવી રહેલો. ત્યાં