લિપિ - એક યોદ્ધા!! - 1

(27)
  • 4.7k
  • 2
  • 1k

નમસ્કાર મિત્રો, આ વાર્તાના માધ્યમ થી હું આજે પદ્યલેખન નાં પગથિયાં ચડવાની શરૂઆત કરું છું. આશા છે મારી કલ્પનાસૃષ્ટિ નું હું આપના સમક્ષ યથાર્થ વર્ણન કરી શકીશ. આપનો સાથ અને સહકાર મળી રહેશે એ અપેક્ષા સહ.... "લિપિ- એક યોદ્ધા!!" લિપિ...અમદાવાદનાં વસ્ત્રાપુર વિસ્તારમાં રહેતી મધ્યમવર્ગીય પરિવારની એક જ દિકરી. મમ્મા સ્મૃતિબહેન અને પપ્પા વિરાજભાઈની લાડકડી, હા બે મોટાભાઈ ખરાં!! અંશુ અને સાર્થક પણ લિપિ તો બંને માટે જાણે નાની દિકરી ની જેમ હતી. બંને ભાઈઓ નો જીવ અને ભાભી