ગઈકાલે વૉટ્સ અપ ગ્રુપમાં અમારા મિત્ર કેતનભાઈએ એક સરસ વિડિયો મોકલ્યો હતો. જેમાં એક વિદ્યાર્થી રોજે વર્ગખંડમાં મોડો આવે છે. તે વર્ગખંડનું બારણું ખખડાવે પછી વર્ગમાં દાખલ થાય એટલે શિક્ષક ગુસ્સાથી તેને જુએ, પછી તે તેનો હાથ લાંબો કરે એટલે શિક્ષક તેની હથેળી પર જોરથી ફૂટપટ્ટી મારે, પછી તેને અપમાનિત કરતા માથાની બોચીમાં ટપલી મારીને તેને બેસવાનું કહે, તે છોકરો ચૂપચાપ આવું અપમાન સહન કરે અને તેની જગ્યાએ બેસી જાય. બધા વિદ્યાર્થીઓ પણ આ ચૂપચાપ જુએ, કોઈ કંઈ જ બોલે નહીં. આવું ઘણો સમય ચાલ્યું હશે. શિક્ષક તેને કંઈ જ પૂછતા પણ નહીં કે,