કીડીની જેમ

  • 3k
  • 2
  • 760

હું મારા દસ વર્ષના પ્રપૌત્ર, ગ્રેટ ગ્રાન્ડ સન સાથે 'આંટ મેન' ફિલ્મ જોઈ રહ્યો હતો. તે બોલી ઉઠ્યો- "મોટા દાદા, માણસ પાસે કીડી જેવડો કરી ગુનાયે કરાવ્યા અને સારું પણ કરાવ્યું. કીડી કેવી નાનકડી હોય છે, કેવી ધીમી ચાલે છે બિચારી! ફૂંક મારો તો ક્યાંય ઉડી જાય.""અરે મોટાદાદા, કીડી સાવ કેવું નાજુકડું, લાચાર જંતુ છે, નહીં! કોઈ નાની વસ્તુ અડે તો પણ ચગદાઈ જાય." પ્રપૌત્રી બોલી."સાવ ધીમેથી કામ કરે તેને 'કીડીની જેમ' કહેવાય છે ને!" પપૌત્ર એ ટાપસી પુરી."હા, બેટા. પણ કીડી તેનાં ઝીણાં શરીરનાં પ્રમાણમાં કેવાં જબરાં કામ કરે છે એ ખબર છે? એની ઝડપ જો. એના પગનાં માપ