બેતાળીસ “શું થયું?” છેક બાંકડેથી પીચ સુધી દોડીને આવેલી સુંદરી હાંફી રહી હતી. બધા જ ખેલાડીઓ અને અમ્પાયરની ફરજ બજાવી રહેલા પ્રોફેસર શિંગાળા તમામ જમીન પર પડી ગયેલા અને દર્દથી કણસી રહેલા વરુણને ઘેરીને ઉભા હતા. નેલ્સન અને નિર્મલ પાંડે સિવાય તમામના ચહેરા પર ચિંતા છવાઈ રહી હતી. “લગતા હૈ બાંયે પૈર કા નલ્લા તોડ દિયા આજ નેલ્સનને!” નિર્મલ પાંડે દાઢમાં બોલ્યો. “સોરી સર, મેં જાણીજોઈને નથી કર્યું.” નેલ્સને પ્રોફેસર શિંગાળા સમક્ષ ખોટેખોટી માફી માંગી. “અરે! એ બધું તો થતું રહેશે વરુણની સ્થિતિ તો જુઓ. ચાલો ખસો બધા, હવા આવવા દો જરા. વરુણ ક્યાં વાગ્યું છે?” ચિંતાતુર સુંદરીએ તમામને