મધુરજની - 16

(108)
  • 6.9k
  • 6
  • 3.7k

મધુરજની ગિરીશ ભટ્ટ પ્રકરણ – ૧૬ અઢાર વરસની શ્વેતા અસમજણી કે નાદાન તો ન જ ગણાય. ભાઈનાં આગમનથી તે ખુશ હતી કારણ કે ભાઈ કાંઈ એકલો આવ્યો નહોતો, સાથે રૂપાળી ભાભીને પણ લાવ્યો હતો. તે ઇગ્નુ સાથે જોડાઈને આગળ અભ્યાસ કરી રહી હતી. ભણતરનું ભાન્તેર અને સાથે ઘરમાં જ રહેવાનું. તેને ઘરમાં રહેવાનું પસંદ હતું. સખીઓ બહુ પાછળ પડે તો તેને જવું પડતું. અને એ પણ થોડા કલાકો માટે જ. એ માટે તેને ઘરકૂકડીનું વિશેષણ પણ સાંભળવું પડતું હતું. તેનું એક ખાસ સ્થાન હતું જ્યાં તે પહોંચી જતી હતી, કલાકો સુધી અડીગો લગાવીને બેસી જતી. વાચતી, લખતી અને વિચારતી પણ