યોગ-વિયોગ - 75

(399)
  • 21.8k
  • 20
  • 10.4k

યોગ-વિયોગ કાજલ ઓઝા વૈદ્ય શ્રી ગણેશાય નમઃ પ્રકરણ -૭૫ રિયા બેગ પેક કરી રહી હતી. એની સામે બેઠેલી લક્ષ્મી સોનેરી વાળ, ડેનિમની બ્લૂ શોર્ટસ અને સ્લીવલેસ ટી-શટર્ ઉપર કોણી સુધી મૂકેલી મહેંદી અને લાલ રંગના ચૂડા સાથે જાણે સાક્ષાત ફ્યુઝન હોય એવી દેખાતી હતી. એના મહેંદી મૂકેલા પગમાં એક સિંગલ સેરનાં ઝાંઝર હતાં... અને ગળામાં મંગળસૂત્ર ! સોફાના હેન્ડરેસ્ટ ઉપર પગ ઊંચા કરીને આડેધડ પડેલો નીરવ ખડખડાટ હસી રહ્યો હતો. લક્ષ્મી નવાઈથી ક્યારેક માને તો ક્યારેક દીકરાને જોઈ રહી હતી. રિયા બેગ પેક કરતાં કરતાં બડબડ કરી રહી હતી, ‘‘તારો બાપ તને ચીરી નાખશે.’’ ‘‘તો પોલીસ પકડી જશે.’’ ‘‘એ મને