આકરો વિરહનો સમય

(21)
  • 2.6k
  • 2
  • 1k

*આકરો વિરહનો સમય*. વાર્તા.. ૨૪-૫-૨૦૨૦ મનાલી આજે બેચેની થી રૂમમાં આંટા મારી રહી આ વિરહનો આકરો સમય કેમ કરીને જતો નથી અને ઉપરથી ધવલને ફોન પણ લાગતો નથી અને વોટ્સએપ પર મેસેજ કર્યો તો લાસ્ટ સીન બે દિવસ પહેલાં નો બતાવે છે.. છેલ્લે ગુરૂવારે વાત થઈ હતી આજે રવિવાર થયો પણ ધવલને ફોન લાગતો નથી... મનાલી ને આમ આંટા મારતાં જોઇને સુરેખા બહેન બોલ્યા બેટા ચિંતા તો અમને પણ થાય છે પણ તું ધીરજ રાખ અને કાળિયા ઠાકોર પર શ્રધ્ધા અને વિશ્વાસ રાખ ધીરજ કુમાર સહી સલામત હશે અને આજે ફોન આવશે જ... આમ કહીને મનાલીને માથે હાથ ફેરવ્યો અને