સંબંધ ( Part -1)

(32)
  • 3.8k
  • 2
  • 2k

વર્ષા અને કવિતા એક જ બિલ્ડિંગમાં આજુ-બાજુ રહે.પાડોશીને નાતે એકબીજાં સાથે સારાં એવાં સંબંધ હતાં.વર્ષા કંઈપણ સારું ખાવાનું બનાવે તો કવિતાનાં ઘરે અચૂક મોકલાવે.કવિતા પણ કંઈક સારું બનાવે તો વર્ષાનાં ઘરે જરૂર મોકલાવે.બેવ જણાંને એક-બીજાં સાથે સારું ફાવી ગયું હતું.બંને સુખ-દુ:ખની વાતો કરે.શોપિંગ કરવાં સાથે જાય.ક્યાંય પણ આવવુ જવું હોય તો સાથે ને સાથે.સારો એવો સુમેળભર્યો સંબંધ હતો.ક્યારેક તો બીજાં પડોશીઓને બંનેનાં ગાઢ સંબંધ પર અદેખાઈ પણ થતી.એકબીજાંનાં પ્રસંગો સાચવી લે. ઘરે આવનાર મહેમાનોને પણ સંભાળી લેતાં હતાં.એકબીજાં માટે સગ્ગી બહેનોથી પણ વિશેષ હતી.એક દિવસ કવિતા રાત્રે ઘરમાં ટી.વી.જોઈ રહી હતી.ઘણી રાત થઈ ગઈ હતી.આકાશ હજી સુધી ઘરે આવ્યો ન હતો એટલે