દુબઈ એરપોર્ટ ઉતરી સૌથી પહેલા મેં કરન્સી એક્સચેંજ કરાવી અને જરૂર પૂરતા દીરહામ લઈ લીધા. એરપોર્ટ થી ટૅક્સી કરી સીધો હું ડેરા વિસ્તારમાં આવેલી સીટી સ્ટાર હોટલમાં પહોંચી ગયો. હોટેલના રિસેપ્શનમાં જઈને મેં રૂમ લઈ લીધો. દુબઈમાં વર્ષોથી રહેતા સુભાષ અંકલે મારું રિઝર્વેશન કરાવેલું એટલે રૂમ ખાલી જ હતો. 306 નંબરના રૂમ નું કાર્ડ મને આપ્યું. કાર્ડથી જ દરવાજો ખુલતો હતો !! મારો મોબાઈલ સાડા સાત નો ટાઈમ બતાવતો હતો પણ દુબઈના ટાઇમ પ્રમાણે તો હજુ સાંજના છ જ વાગ્યા હતા. હું સુભાષ અંકલનો મહેમાન હતો. તેઓ મારા પપ્પાના ખાસ મિત્ર હતા. પપ્પા ગુજરી ગયા પછી મારું એ ખાસ ધ્યાન