એ લાલ રંગ

(14)
  • 2.7k
  • 854

*એ લાલ રંગ*. ટૂંકીવાર્તા.. ૨૩-૫-૨૦૨૦એક અઠવાડિયાથી અંજલિ બહેન જોતાં હતાં કે નવી પરણેલી વહું સ્વાતિ મુરઝાતી જાય છે અને એનાં મોં પર અને હાથ પગ પર મારવા નાં નિશાન દેખાય છે...એમની અનુભવી આંખો બધું સમજી ગઈ હતી...એક પુરુષ ની તાનાશાહી નો આરંભ થયો છે...આજે એ સવારમાં બેઠકરૂમમાં બેઠાં હતાં અને સ્વાતિ ઉપર થી ઉતરીને આવતી હતી પણ એનાં મોં પર નૂર નહોતું અને હાથે ડામ દિધેલા હતાં એમણે આજે સ્વાતિ ને ઉભી રાખી અને કહ્યું કે બેટા હું પણ તારી મા છું જે પણ વાત હોય એ મને સત્ય કહે ડરીશ નહીં.. ભલે તારું પિયર દૂર રહ્યું પણ હું છું