અધૂરાં પ્રેમની અનોખી દાસ્તાન - 15

(17)
  • 2.7k
  • 1
  • 1.2k

અધૂરાં પ્રેમની અનોખી દાસ્તાન-૧૫ સુજાતાની ઉંઘ અચાનક જ ઉડી ગઈ. તેણે ઉઠીને ઘડિયાળમાં જોયું. રાતનાં બે વાગ્યા હતાં. સુજાતાએ ઉઠીને એક ઘૂંટ પાણી પીધું, ને ફરી બેડ પર લાંબી થઈ. સૂવાની કોશિશ કરી. તેમ છતાંય તેને ઉંઘ નાં આવી. તેણે ઉભાં થઈને, રિસોર્ટનાં રૂમની બારી બહાર એક નજર નાંખી. આકાશ તારાથી ઝગમગતું હતું. ચંદ્રની શીતળતા ચારેકોર ફેલાઈ રહી હતી. વાતાવરણમાં થોડી ઠંડી પ્રસરી ગઈ હતી. આજુબાજુ નિરવ શાંતિ હતી. સુજાતાએ એક નજર દરવાજા તરફ કરી. તે ધીમે-ધીમે દરવાજા તરફ આગળ વધી. દરવાજો ખોલીને બહાર નીકળી, આદિત્યનાં રૂમ તરફ આગળ વધી. દરવાજા પાસે પહોંચીને, હળવેકથી દરવાજા પર હાથ મૂક્યો. દરવાજો ખુલ્લો