સમર્પણ - 8

(16)
  • 3.5k
  • 1
  • 1.8k

" સમર્પણ " પ્રકરણ-8 આપણે પ્રકરણ-7 માં જોયું કે નિલમે અને નીમાએ પરાગભાઈ તેમજ રૂપાબેનને સમજાવ્યા કે અમને તમારી દીકરી નમ્રતા ખૂબ ગમે છે અને અમારે ખાલી કંકુ અને કન્યા જ જોઈએ છે માટે તમે કરિયાવરની જરા પણ ચિંતા કરશો નહિ એટલે પરાગભાઈએ નમ્રતાના સગપણ માટે " હા " પાડી દીધી હવે આગળ... અનિષ આજે ખૂબજ ખુશ હતો તેણે ઘરે આવીને પોતાની લાડકી ભાભીને વિનંતિ કરી કે મારું નમ્રતા સાથે જલ્દીથી સગપણ કરી આપો. નિલમ સમજી ગઈ હતી કે દિયરજી દેરાણીને મળીને આવ્યા લાગે છે એટલે તેણે મજાક કરી કે, " નમ્રતાને ઉતાવળ છે કે તમને...?? અને તમે મળીને આવ્યા