પ્રતિશોધ તૃતીય અંક: - 7

(207)
  • 6.1k
  • 5
  • 3.6k

પ્રતિશોધ તૃતીય અંક: ભાગ-7 બસો વર્ષ પહેલા, માધવપુર, રાજસ્થાન માધવપુર પર કાળી શક્તિઓનો પડછાયો પડી ચૂક્યો છે એનો અંદાજો આવી ગયા બાદ વ્યાકુળતા સાથે ભાનુનાથ રાજમહેલમાં પ્રવેશ્યા; ભાનુનાથનો પુત્ર સોમનાથ પણ એમની પડખે હાજર હતો. ઉતાવળા ડગલે ચાલીને ભાનુનાથ જ્યારે વિક્રમસિંહના કક્ષમાં આવ્યા ત્યારે વિક્રમસિંહ મૃતપાય હાલતમાં પોતાની જીવનલીલા સંકેલી લેવાની તૈયારીમાં હતા. પોતાની ગેરહાજરીમાં વિક્રમસિંહ સાથે આ શું થઈ ગયું? એ પ્રશ્ન એમને અકળાવી રહ્યો હતો. ગૌરીદેવી અને અંબિકાનો નંખાઈ ગયેલો અને વૈદ્યરાજનો હતાશ ચહેરો જોઈ ભાનુનાથે અનુમાન લગાવી લીધું કે વિક્રમસિંહના બચવાની આશ તેઓ છોડી ચૂક્યા હતાં. "વૈદ્યરાજ, મહારાજને શું થયું છે.?" આ વિપદાની ઘડીમાં પોતાનાથી કંઈ થઈ