કલાકાર ભાગ – 29 લેખક – મેર મેહુલ “બનવાજોગ નથી, એવું જ બન્યું છે. એ કંઈ તારી પાસે તારી સ્ટૉરી સાંભળવા તો આવી નહિ હોય, પુરાવો મેળવવા જ આવી હોય અને તે બુઠ્ઠીબુદ્ધિનાં જેમ તેને બધી હકીકત કહી દીધી” “હું નશાની હાલતમાં બહેકી ગયો હતો” “જે થવાનું હતું એ થઈ ગયું, હવે શું કરીશું એ વિચાર” નરસિંહ વર્માએ કહ્યું. “A.K. ને ખરીદી લઈએ” ગજેન્દ્રસિંહે કહ્યું. “તારી બુદ્ધિ બેરી થઈ ગઈ છે કે શું ?” નરસિંહ વર્મા ભડક્યો, “હજારો લોકોએ તેને ખરીદવાની કોશિશ કરી છે, આજે એ બધાં કબરમાં સુતા છે” “તો શું કરવું, તું જ જણાવ” ગજેન્દ્રસિંહે થાકેલાં અને હારેલા