પ્રકરણ- તેરમુ/૧૩‘એ’ય ને મર્ડરના ચાર્જમાં રણદીપની ધરપકડ થઇ છે.’ ઊંઘના કારણે લાલસિંગની આંખ ઉઘડતી નહ’તી તેના બદલે એક જ સેકન્ડમાં એવું થઇ ગયું જાણે કે લાલસિંગના ડોળા ફાટીને હમણાં બહાર આવી જશે. ‘હેં...... અલ્યા શું વાત કરે છે, ભૂપત ? મર્ડર, રણદીપે કર્યું ? કોનું ?‘એ તો ખબર નથી કારણ કે, લાશની હાલત એટલી વિકૃત છે કે, ખ્યાલ નથી આવતો કે લાશ સ્ત્રીની છે કે પુરુષની.’ ભુપતના એક વાક્યથી તો વહેલી પરોઢમાં એ.સી. ચાલુ હોવા છતાં લાલસિંગ પરસેવે રેબઝેબ થઇ ગયો. નેપકીનથી મોઢું લુંછતા લાલસિંગ બોલ્યા,‘ક્યાં, કેવી રીતે અને કેટલાં વાગ્યે ? રણદીપ ક્યાં છે ? બેડરૂમમાંથી ઝડપભેર ચાલતાં ડ્રોઈંગરૂમ તરફ આવતાં