અધૂરાં પ્રેમની અનોખી દાસ્તાન - 14

(16)
  • 3.2k
  • 2
  • 1.3k

અધૂરાં પ્રેમની અનોખી દાસ્તાન-૧૪ કિશનભાઈના મૃત્યુ પછી, સુજાતાના પપ્પા સુધી પહોંચવાનો સરળ રસ્તો બંધ થઈ ગયો હતો. હવે તેમને ગોતવા મુશ્કેલ હતાં. જે વાતથી સુજાતા બહું દુઃખી હતી. આદિત્ય પણ કિશનભાઈના મૃત્યુ પછી ઉદાસ રહેવા લાગ્યો હતો. અત્યારે બંનેને એકબીજાનાં પ્રેમ અને હૂંફની જરૂર હતી. જે કામ સુજાતા સારી રીતે કરી રહી હતી. સવારે સુજાતા આદિત્યને સ્વામિનારાયણ મંદિરે દર્શન કરવાં માટે લઈ ગઈ. ત્યાંનાં શાંત વાતાવરણમાં આદિત્યનાં મનને ઘણી શાંતિ થઈ. ત્યાંથી બંને કાંકરિયા તળાવ ગયાં. જ્યાં બંનેએ એકાંતની પળો માણી. કાંકરિયા તળાવે બંને એકબીજાનાં હાથમાં હાથ પરોવીને બેઠાં હતાં. અત્યારે સુજાતાનો સાથ આદિત્ય માટે તેનાં દર્દની દવા સમાન હતો.