ડાર્કહાર્ટ - the story of sword - 4

  • 3.2k
  • 1.2k

Part 4 જેક અને હેન્ડ્રીક એલસ્ટોન પહોંચ્યા. " વેલકમ ટુ ઘ એલસ્ટોન, જેક. " હેન્ડ્રીકે સામેની તરફ ઈશારો કરતાં કહ્યું. જેકે તે તરફ જોયું અને બોલ્યો, " ઓહ માય ગોડ " એલસ્ટોન ટાઉન કે જ્યાં હેન્ડ્રીક જેકને લાવ્યો હતો તે પહેલી નજરે થોડું ડરાવનાર પણ હકીકતમાં ખરેખર સુંદર હતું. ત્યાં ઘણાં લોકો રહેતાં હતાં જે પોતપોતાના રોજીંદા કાર્યોમાં વ્યસ્ત હતાં. ટાઉનની બરોબર વચ્ચેના ભાગ પર ઊંચાઈએ આજુબાજુ ઊંચા અને ઘટાદાર વૃક્ષોથી ઘેરાયેલ એક કિલ્લો હતો. જેક તેને જોઈ રહ્યો હતો. હેન્ડ્રીકે જેક તરફ જોયું. તે જેકનાં મનમાં ચાલી રહેલાં સવાલોને ઓળખી ગયો. તે જેકને તે કિલ્લા તરફ ઈશારો કરતાં બોલ્યો,