અમાસનો અંધકાર - 14

  • 3.9k
  • 1
  • 1.6k

શ્યામલીના પિતાએ પણ વિધવાઓની દુર્દશા જોઈ પણ જુવાનસંગના નેજા હેઠળ જીવવા માટે એ વિરોધ ન કરી શકયા. રળિયાત બા પણ કાનુડાને વિનંતી કરે છે કે જલ્દી અમારો ઉદ્ધાર કરો....હવે આગળ.. આજની ઘડી રળિયામણી લાગે છે. બેય સારસબેલડી એક બંધને બંધાવવા તૈયાર છે. શ્યામલીની મહેંદીનો દિવસ છે. મહેંદી એની સખીઓ મૂકે છે જે મજાક મસ્તી કરતી કરતી માહોલને સુંદર બનાવે છે. બેય હાથમાં રાધા- ક્રૃષ્ણના મુખારવિંદ ચિતરાય છે.બેયના મિલનનું માધ્યમ મોરપીંછના ચિત્ર દ્વારા એ બેય હાથને જોડવામાં આવે છે.ચંદા પણ તાજા બનાવેલ કાજળ દ્રારા શ્યામલીના કાન પાછળ નાનું ટપકું કરવામાં આવે છે. શ્યામલી બધા કુરિવાજોની સ્પષ્ટ વિરોધી હતી. એને