પ્રણયભંગ ભાગ – 27

(94)
  • 5.6k
  • 6
  • 2.7k

પ્રણયભંગ ભાગ – 27 લેખક - મેર મેહુલ અખિલ નિયતીની રાહ જોઈ રહ્યો હતો. આજે બંને સિયાને શોધવાના પ્રયાસ કરવાના હતા એટલે અખિલ ખુશ હતો. થોડીવાર પછી ઘરનો દરવાજો નૉક થયો એટલે અખિલે ઉતાવળા પગે દરવાજો ખોલ્યો. તેની સામે નિયતી, ચહેરા પર મુસ્કાન સાથે ઉભી હતી. “ખુશ દેખાય છે આજે, આવી રીતે રોજ રહેતો હોય તો” નિયતી અખિલનાં હાથે ટપલી મારીને ઘરમાં પ્રવેશી. “તું મારાં માટે આશાનું કિરણ બનીને આવી છે, પૂરો સૂરજ ઊગી જશે એટલે રોજ ખુશ રહીશ” અખિલે હસીને કહ્યું. “તો ચાલ એ સૂરજ ઉગાવવાનાં કામમાં લાગી જઈએ” નિયતીએ કહ્યું. “ક્યાંથી શરૂઆત કરીશું ?” અખિલે પુછ્યું.