અધૂરાં પ્રેમની અનોખી દાસ્તાન - 13

(14)
  • 3.2k
  • 2
  • 1.5k

અધૂરાં પ્રેમની અનોખી દાસ્તાન-૧૩ અમદાવાદ આસ્થાની હોસ્ટેલે પહોંચીને કિશનભાઈ આસ્થાને તેનાં રૂમ સુધી મુકવા ગયાં. આસ્થાને મૂકીને કિશનભાઈ ગાડીમાં બેસવા જતાં જ હતાં. ત્યાં જ તેમને કોઈકે બોલાવ્યાં. કિશનભાઈએ પાછળ ફરીને જોયું. એ આસ્થાનાં મેથ્સનાં સર હતાં. તેમણે કિશનભાઈને પૂછ્યું. "તમે આસ્થાનાં પપ્પા છો ને?" "હાં, કોઈ કામ હતું મારું?" "હાં, આજે અમે દરેક વાલીને અમુક સૂચનો આપવાનાં છીએ. દશમાં ધોરણ પછી અમુક વાલીઓ તેમનાં છોકરાં/છોકરીને તેઓની મરજી વિરુદ્ધ આગળ શું ભણવું એ બાબતે ફોર્સ કરતાં હોય છે. "તો અમારે બધાંને એ સમજાવવું છે કે, બધાં માતા-પિતા તેમનાં બાળકો આગળ જે ભણવા માંગતા હોય. તેનો સ્વીકાર કરે અને તેમને જરાં