જીવનસાથી.... - 8

(15)
  • 3.9k
  • 1.5k

આગળ જોયું એ મુજબ સીમા,પાયલ, સુહાની અને રેખા ચારેય જાણે જીવનના બંધનથી આઝાદી મળી હોય એમ ખુશ હતી. ચારેયને આજ પોતાની જીંદગી જીવી લેવી હતી કોઈ મર્યાદાબંધન વગર. હવે આગળ.... સીમાની નજર તો પાયલ અને સુહાનીના કપડાં અને બોલચાલની ઢબને પોતાનામાં ઉતારવાની કોશિશ કરી રહી હતી. એટલામાં પાયલ બોલે છે,"દીદી, તમે મારી વાત સાંભળી મને મદદ કરો.""તારે શું મદદની જરૂર છે ?અજકાલ ની બધી છોકરીઓને બધી ખબર હોય જ છે ! " સુહાનીએ જરા મજાકનો લહેકો કર્યો કે બધાં હસવા લાગ્યા. પાયલ શરમાઈ ગઈ અને નીચું જોઈ ગઈ." દીદી, તમે પણ છો સાવ !!!""અરે !!મારી લજામણીના છોડ